એક સુંદર બ્લોગ કેવી રીતે બનાવી શકાય?

તમે બ્લોગિંગ પ્રત્યે ગંભીર હો તો તમને બ્લોગિંગને એક સ્ટાર્ટઅપ કે બિઝનેસ સાથે સરખાવી શકો છો. જેનું શૂન્યથી સર્જન થાય છે અને એમાં આગળ વધવા ઘણી બધી સાચી દિશાની મહેનત જરૂરી છે.

બ્લોગરમાં વ્યુઝ વધારવા માટે કેટલીક બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. જે હું મારો બ્લોગ અને અત્યારે વેબસાઈટ [1] ચલાવતા ચલાવતા શીખ્યો છું.

૧. ટોપિક પસંદ કરો.

જ્યારે તમે કોઈ પણ વિષયને લઈને બ્લોગ બનાવો છો ત્યારે સૌથી પહેલા તો તમે જે ટોપિકમાં સારી રીતે લખી શકશો એ વિષયને પસંદ કરો. યાદ રાખો તમને લાંબી ઈનિંગ રમવાની છે. જોશમાં કે વધારે લોકોને પોતાનાં તરફ ખેંચવા માટે તમે ટ્રેડીંગ ટોપિક પર લખવા જશો ત્યારે થશે એવું કે તમને શરૂઆતમાં સારો રિસ્પોન્સ મળશે પણ પછી તમે અને તમારી કલમ અટકી પડશે. બની શકે ત્યાં સુધી તમને જે વિષયમાં રસ છે, તમારી પાસે જે વિષયને લઈને પૂરતું જ્ઞાન છે એ જ વિષયને તમારા બ્લોગનો વિષય બનાવો.

૨. ક્વોલિટી લખાણ

એ હકીકત છે કે, વિષયો મર્યાદિત છે. એક વિષય પર અલગ અલગ અનેક લોકોએ કશુકને કશું તો લખ્યું જ હશે. પણ એ સ્વીકારીને ચાલવાનું છે. જો તમે ફક્ત અફસોસ કરશો કે આ ટોપિક પર તો પહેલેથી લખાઈ ગયું છે તો તમે ક્યારેય પણ આગળ વધી નહિ શકો. આખા ભારતમાં કરોડો લોકો ક્રિકેટ રમે છે પણ સચિન, ધોની, વિરાટ કે દ્રવિડ તો કોઈ એક જ છે. તમારા વિષયને સતત વફાદાર રહો. સતત રીસર્ચ કરીને જે અન્ય સ્થાને નથી એ તમારા દર્શકોને પીરસો. એ પ્રયત્ન કરો કે એક વખત તમારી વેબસાઈટ આવેલો માણસ એ ટોપિક માટે અન્ય કોઈ વેબસાઈટ પર ન જાય. આ રીતની તૈયારી હશે તો તમારી એક ઓડીયન્સ બનશે. જે તમને જ ફોલો કરશે.

૩. લાંબુ લખાણ

ક્વોલિટી સાથે કવોન્ટિટી પર પણ તમને કામ કરવું પડશે. થોડું લખીને પોસ્ટ કરી દેશો તો એ પોસ્ટ યુઝર્સ ફ્રેન્ડલી નહી બને. વળી, તમારો બ્લોગ ગૂગલમાં રેન્ક થશે તો જ તમને ઓર્ગેનિક અને વધારે ટ્રાફિક મળશે. માટે તમારો આર્ટીકલ ઓછામાં ઓછા ૭૦૦-૧૦૦૦ શબ્દ અને વધુમાં વધુ ૩૦૦૦-૪૦૦૦ શબ્દો સુધીનો હોવો જોઈએ. અને આમ પણ કોઈ પણ વિષયને ન્યાય આપવા માટે આટલા શબ્દો તો ફરજીયાતપણે લખવા જ પડે.

૪. ફોટો અને વિડીયો ઉમેરો.

આર્ટીકલ કઈ રીતે લોકો સામે મૂકાય છે એ પણ એટલું જ અગત્યનું છે. તમારી પોસ્ટ દર્શકોની આંખોને ગમી જાય એવી હોવી જોઈએ. અત્યારે આપણે અનુભવીએ છીએ કે લોકો પાસે બહુ સમય નથી હોતો. અને કહેવાય છે ને ફર્સ્ટ ઈમ્પ્રેશન ઈઝ ધી લાસ્ટ ઈમ્પ્રેશન. ફોટો અને વિડીયો જ ઉમેરી દેવા એવી ભૂલ પણ ન થવી જોઈએ. તમારા ટોપિકને લગતા ચાર-પાંચ ફોટો અને એકાદ વિડીયો ઉમેરવો. એને સરસ કેપ્સન આપવું જેથી સરળતાથી ગૂગલમાં રેન્ક થઈ શકે. ખાસ યાદ રાખવું કે ફોટો કોપીરાઈટ ફ્રી હોવી જોઈએ નહી તો કોપીરાઈટ ક્લેમ જેવા પ્રશ્નો આવશે.

૫. કી વર્ડ સર્ચ

હવે તમે જ્યારે આર્ટીકલની ગુણવત્તા અને લંબાઈ વ્યવસ્થિત રાખી છે, સરસ ફોટો અને વિડીયો ઉમેરી દીધા છે એના પછી તમારા આર્ટીકલમાં બે થી ત્રણ એવા કી-વર્ડ પર ધ્યાન કેન્દ્રિત કરો કે જે કી- વર્ડ ગૂગલમાં વધુ સર્ચ થતું હોય. એના માટે તમે ઘણા ટૂલ્સ છે. ફ્રી અને પેઈડ બંને ઉપલબ્ધ છે. હું ગૂગલ કી વર્ડ પ્લાનર અને ગૂગલ સર્ચ સજેશનનો ઉપયોગ કરું છું.

૬. SEO ફ્રેન્ડલી લખાણ.

બ્લોગ લખ્યા પછી સર્ચ એન્જિનમાં એને કઈ રીતે મૂકવું એ અગત્યનું છે. જેથી સાઈટનું રેન્કિંગ સારી રીતે થઈ શકે. Major Heading, Sub heading, Minor Heading, Normal હેન્ડીગ આપવા. Search Description ૧૫૦ શબ્દોમાં ચોટદાર રીતે લખવા. પરમાલિંક કસ્ટમ કરીને લખવી. લેબલનો ઉપયોગ કરવામાં ખાસ ધ્યાન રાખવું.

૭. શેરીંગ

બની શકે ત્યાં સુધી ઓર્ગેનિક ટ્રાફિકનું ધ્યેય રાખવું પણ જો એ શરૂઆતથી શક્ય નહી બની શકે. એની ચિતા પાંચ-છ મહિના સુધી તો ન જ કરવી. ટ્રાફિક આવશે જો સતત તમે અપડેટ રહેતા હશો તો. ગૂગલ જ્યારે તમારી સાઈટની લીંકને સતત ઈન્ડેક્ષ થતાં જોશે એટલે તમારી નોંધ લેવાશે જ. પણ ધીરજ તો ધરવી પડશે. ઉતાવળે આંબા નથી પાકતા. શેરીંગ કરતી વખતે એવા લોકોને જ લીંક મૂકવી જે ખરેખર એ વાંચવાનાં છે, જેમને આર્ટીકલ્સ વાંચવા ગમે છે એમની સાથે જ શેરીંગ કરવાથી ખોટી વાહ વાહીમાંથી બચી શકાશે. હું સ્યોર નથી પણ બાઉન્સ રેટ પણ વધે છે.

૮. બેક લીક્ન્સ

ડૂ ફોલો અને નો ફોલો બેક લીંક, આ બે વસ્તુઓ તમે ઘણી સાંભળી હશે. આ પ્રકારે બેક લીંક પરથી તમે ટ્રાફિક રીડાયરેક્ટ કરી શકો. ઘણી વખત ડૂ ફોલો બેંક લિંક વખતે તમને અમુક વેબસાઈટને ચાર્જ ચૂકવવો પડશે. આ પ્રકારે હેરાન ન થવું. ગૂગલ સાઈટ્સ, મિડીયમ અને બીજા પ્લેટફોર્મ તમને ઉપયોગી થશે.

તમારી સાઈટ્સનાં આર્ટીકલ પર અન્ય રીલેટેડ પોસ્ટ પરની લીંક મૂકીને એક પેજ વ્યુ પરથી મલ્ટીપલ પેજ વ્યુ લઈ શકો.

હું મારા અનુભવો પરથી આટલું શીખ્યો છું. જેમ જેમ હું શીખતો જઈશ એમ એમ અપડેટ થતો જઈશ. તમે પણ શીખતા જશો.

આશા છે તમને આટલી વસ્તુઓનું ધ્યાન રાખશો સારો બ્લોગ કે વેબસાઈટ બનાવી શકશો.

Official Post 

Design a site like this with WordPress.com
Get started